પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો ચૂકવવા માટે મંજૂરી આપી હતી, જે 01.01.2020થી લાગુ થશે. મોંઘવારીની ભરપાઈ કરવા માટે લેવામાં આવેલા આ નિર્ણયથી આ મૂળભૂત વેતન/પેન્શન પર હાલ 17 ટકાના ડીએમાં 4 ટકાનો વધારો થશે.
નાણાકીય વર્ષ 2020-21 માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહત એમ બંનેની સરકારની તિજોરી પર સંયુક્ત અસર રૂ. 12,510.04 કરોડ થશે (જાન્યુઆરી, 2020થી ફેબ્રુઆરી, 2021નાં 14 મહિનાનાં ગાળા માટે) અને રૂ. 14,595.04 કરોડ થશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારનાં આશરે 48.34 લાખ કર્મચારીઓને અને 65.26 લાખ પેન્શનર્સને લાભ થશે.
આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલાને અનુરૂપ છે, જે સાતમા પગાર પંચની ભલામણો પર આધારિત છે